દોલતપુરા (ડા) પ્રા.શાળા
તા:- વિજાપુર જી:- મહેસાણા
પ્રજાપતિ
મેહુલકુમાર.એમ
ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા
શબ્દસમૂહ
માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૭)
પ્રથમસત્ર
કાવ્ય-૨
થોડા સૂકા, થોડા ભીના –
આલાલીલા
ત્રણજાતના પાનનું તોરણ – તરિયાતોરણ
જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી –
સોહાગણ,
સૌભાગ્યવતી
મંગળસૂચક આકૃતિ – સાથિયો
ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલવું –
મલપવું
પાઠ-૩
ગાય ભેંસનું ટોળું – ધણ
ખેતરના છેડા પરની ખેડ્યા વિનાની પટ્ટી –
શેઢો
પગથી ચાલી શકાય તેવો સાંકડો રસ્તો –
પગદંડી,
પગવાટ,
કેડી
તેજસ્વી વિદ્યાર્થીને અપાતી આર્થિક સહાય
– શિષ્યવૃત્તિ
તરત ભૂકો થઈ જાય એવો માટીનો ટૂકડો –
ઢેફું
પાઠ-૪
સંઘરો કરવાનું માનસિક વલણ – પરિગ્રહ
સહન ન થઈ શકે તેવું – અસહ્ય
ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ
ડબ્બો – સલૂન
પાપના નિવારણ માટેનું તપ – પ્રાયશ્ચિત
જેનું મૂલ્ય ન થઈ શકે તેવું – અમૂલ્ય
કાવ્ય-૫
પવનથી ઊડેલા વરસાદના છાંટા – વાછંટ
છાપરાનાં છેલ્લા ભાગનાં નળિયા, જેમાંથી
પાણી નીચે પડે તે – નેવાં
પાઠ-૬
રસ્તાની બાજુ પર પગે ચાલનારાઓ માટેનો
રસ્તો – ફૂટપાથ
મટકું પણ માર્યા વિના – અનિમેષ
પ્રયત્ન કર્યા વિના – અનાયાસ
પાઠ-૭
જીવનને ઉપયોગી ભાથું – જીવનપાથેય
વિચારોની શ્રેણી, ક્રમિકતા –
વિચારશૃંખલા
તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર –
મામલતદાર
અમલદારને છૂપી રીતે અપાતી કે લેવાતી
અઘટિત રકમ – લાંચ
સરકારને રાજ્યના કામ અંગે નાણાની
લેવડદેવડ અંગે અપાતું બાયંધરીપત્ર – પ્રોમિસરી નોટ
પાઠ-૮
વહાણ હંકારનાર – માલમ
ઉત્તમ પ્રકારની સ્ત્રી – પદમણી,
પદ્મિની
પાઠ-૯
ગામઠી મકાનના છાપરા પરનું આધારભૂત મોટું
લાકડું – મોભ
જેનાથી આપણને જીવન જીવવાનું બળ મળ્યા
કરે તે વસ્તુ, વ્યક્તિ કે સ્થળ – જીવનસ્રોત
દેશી દવા આપવાનું સ્થળ – ઔષધાલય
જીવનનો મહત્વનો સિદ્ધાંત – જીવનસૂત્ર
પાઠ-૧૦
બીજા ગ્રહ પર રહેનાર – પરગ્રહી
એક ભાષાની મતલબ વાત બીજી ભાષામાં
કહેનારા – દુભાષિયા
કઈક માગણી અંગેની ધમકીભરી ચિટ્ઠી –
જાસાચિટ્ઠી
પ્રજાપતિ મેહુલકુમાર.એમ
ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો