શનિવાર, 8 ઑક્ટોબર, 2022

રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક- 05 /09/2022 કાર્યક્રમ- State Best Teache...

રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક- 05 /09/2022 કાર્યક્રમ- State Best Teacher Award Funcation-2022 ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ-૨૦૨૨ માટે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ કેટેગરીમાંથી ૪૪ શિક્ષકો ની પસંદગી કરવામાં આવી. જે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ તારીખ ૫ સપ્ટેમ્બર-૨૦૨૨ ના રોજ ટાગોર હોલ પાલડી મુકામે યોજાયો. જેમાં 4 તારીખે બપોરે ૩ કલાકે ગુજરાત લો યુનિવર્સીટી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાધાણી સાહેબ, તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ તેમજ સમગ્ર શિક્ષણવિભાગની ટીમ સાથે તમામ પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોના પરિવાર સાથે વિચાર ગોષ્ટી અને સરુચી ભોજન સાથે લેવામાં આવ્યુ.સાથે તમામ શિક્ષકોને પુસ્તક અને મોમેંટ આપી સન્માનિત કરવામાં પણ આવ્યા.જ્યારે તા ૫ મી સપ્ટેમ્બર-૨૦૨૨ ના રોજ તમામ પરિતોષીક વિજેતા શિક્ષકોને સવારે ૯:૦૦ કલાકે ટાગોર હોલ પાલડી ,અમદાવાદ લઇ જવામાં આવ્યા અને ત્યાં તમામ શિક્ષકોનું સન્માન મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત , ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાધાણી સાહેબ, તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા.

રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક- ૦૪ /૦૯/ ૨૦૨૨ પૂર્વસંધ્યા કાર્યક્રમ

રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક- ૦૪ /૦૯/ ૨૦૨૨ પૂર્વસંધ્યા કાર્યક્રમ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ-૨૦૨૨ માટે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ કેટેગરીમાંથી ૪૪ શિક્ષકો ની પસંદગી કરવામાં આવી. જે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ તારીખ -૪ અને ૫ સપ્ટેમ્બર-૨૦૨૨ ના રોજ યોજાયો. જેમાં 4 તારીખે બપોરે ૩ કલાકે ગુજરાત લો યુનિવર્સીટી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાધાણી સાહેબ, તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ તેમજ સમગ્ર શિક્ષણવિભાગની ટીમ સાથે તમામ પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોના પરિવાર સાથે વિચાર ગોષ્ટી અને સરુચી ભોજન સાથે લેવામાં આવ્યુ.સાથે તમામ શિક્ષકોને પુસ્તક અને મોમેંટ આપી સન્માનિત કરવામાં પણ આવ્યા.