રવિવાર, 30 જૂન, 2013

શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૬) પ્રથમસત્ર

-->

દોલતપુરા (ડા) પ્રા.શાળા  તા:- વિજાપુર  જી:- મહેસાણ

                           પ્રજાપતિ મેહુલકુમાર.એમ
                               ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા

શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૬) પ્રથમસત્ર

પાઠ-
પથ્થર કે લાકડામાં કોતરકામ કરનાર શિલ્પી
પોતાનું મૂલ્ય આંકવું, પોતાની મૂલવણી કરવી સ્વમૂલ્યાંકન
લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન લોન

પાઠ-
નદીકિનારા પાસેની બખોલો કોતર
પાણી આવવા જવા માટે બાંધેલો સાંકડો માર્ગ ગરનાળું
ઘરની બાજુની દીવાલ કરો
કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર સ્વયંસેવક
જીવનનું મુખ્ય કર્તવ્ય જીવનધર્મ
કુળની ઓળખ માટેની સંજ્ઞા અટક
કૂવામાં વધારે પાણી લાવવા નળ જમીનમાં ઉતારી કૂવો બનાવવો તે બોરિંગ

પાઠ-
પાઘડીના જેવો વિસ્તાર પાઘડી પને
મૃત્યુના સમયે લખતો પત્ર કાળોતરી
મરણ પછી બારમા દિવસે થાતી વિધિ બારમું, કારજ
માટીની ભીંતનું નાનું ઘર ખોરડું
પશુ કે ગાડાં વગેરે બાંધવાનું દોરડું રાંઢવું
લેણદેણ સંબંધી લખાણ દસ્તાવેજ
મરણ પાછળ રોવા ફૂટવાનો રિવાજ લોકાચાર

પાઠ-
સવારનો નાસ્તો શિરામણ
ઝટપટ ઊકલી ન શકે તેવો પ્રશ્ન કોયડો
કાળના જેવા મોં વાળું કાળમુખું
મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે મૈયત
શાબાશી બદલ અપાતો પોશાક સરપાવ
મુસલમાન, યહુદી, ખ્રિસ્તી વગેરેનાં શબ દાટવાનું સ્થાન કબ્રસ્તાન
સાંજનું ભોજન વાળુ
જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું અપશુકનિયાળ

પાઠ-
ગામની બહાર ઢોરો ઊભાં રહે છે તે જગ્યા ગાંદરું
ઢોરને પાણી પીવાનો (કૂવા પરનો) કુંડ હવાડો
પાછળનો ભાગ, છુપાવાની જગ્યા ઓઠું
છાપરાનાં છેડા પરનાં નળિયા નેવાં
કૂવે પાણી ભરનારી સ્ત્રી પાણિયારી
જેની આવવાની તિથિ નક્કી ન હોય તે અતિથિ
તકરારનો નિવેડો લાવવા માટેની ચર્ચા પંચાત
ગામની સ્ત્રીઓ જ્યાંથી પાણી ભરતી હોય તે કૂવો ગામકૂવો
                                                                          પ્રજાપતિ મેહુલકુમાર.એમ
                          ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો