રવિવાર, 30 જૂન, 2013

શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૮) પ્રથમસત્ર

-->
દોલતપુરા (ડા) પ્રા.શાળા  તા:- વિજાપુર  જી:- મહેસાણા
                પ્રજાપતિ મેહુલકુમાર.એમ
                           ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા

શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૮) પ્રથમસત્ર
કાવ્ય-૪
ક્ષેમકુશળ રહો, કુશળ રહો એવો ભાવ સૂચવનારો ઉદગાર ખમ્મા
ઉનાળાની ગરમ હવા લૂ

પાઠ-૫
રાજ્યના કાયદા ઘડનારી સભા વિધાનસભા, ધારાસભા
રાજ્ય કે દેશનું વડુંમથક પાટનગર, રાજધાની
રક્ષક તરીકેની કામગીરી બજાવનાર સુરક્ષાકર્મી

પાઠ-૭
સમજવામાં થતી ભૂલ સમજફેર
સમાચાર વગેરેની જાહેરાત માટે દીવાલ પર ચોંટાડવાનો કાગળ ભીંતપત્ર
કિલ્લાનો રક્ષક, પોલીસ અમલદાર કોટવાલ
વિજયનો પોકાર જયઘોષ

પાઠ-૯
હિન્દુ મહિનાના બંને પખવાડિયાની પહેલી તિથિ પડવો
બે ભાગમાં વહેંચીને વ્યવસ્થિત કરેલા દાઢીમૂછના વાળ કાતરા
કેડ સુધી પહોંચતું કસવાળું અંગરખું કેડિયું
એક નાનું બેધારું હથિયાર કટારી, કટાર
વનમાં વૃક્ષોની લાંબી હાર વનરાઈ, વનરાજી
કાવો અને અફીણને ઘોળીને બનાવેલું પીણું કાવાકસૂંબા
ગામની ભાગોળનો દરવાજો ઝાંપો
હાથીના લમણાનો ભાગ કુંભસ્થળ, ગંડસ્થળ
ચાર કડીઓવાળું ઘોડાના મોંમાં પહેરાવાતું સાધન ચોકડું, લગામ
ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન સાંબેલું, મુસળ
હથેળીમાં આપવામાં આવતું અફીણનું પ્રવાહી કસુંબો
હોળી ખેલનારો માણસ ઘેરૈયો

પાઠ-૧૦
બાળપણનો સમય બાલ્યકાળ
અધ્યયન કરવાનું સ્થળ પાઠશાળા, નિશાળ
જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવી વ્યક્તિ નિ:સ્પૃહ
તંત્રવિદ્યાને અનુસરનાર વ્યક્તિ તાંત્રિક
પરમેશ્વર એકજ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે એકબ્રહ્મનિષ્ઠા
સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક લઘુકૌમુદી
ભિક્ષાવૃત્તિ, માગણવૃત્તિ યાચનાવૃત્તિ
સૂવા માટેની પથારી પાથરણું
ધાર્મિક શિક્ષણ આપવાનું સ્થાન આશ્રમ



                                          




પ્રજાપતિ મેહુલકુમાર.એમ
ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા



શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૭) પ્રથમસત્ર

-->
દોલતપુરા (ડા) પ્રા.શાળા  તા:- વિજાપુર  જી:- મહેસાણા
                        પ્રજાપતિ મેહુલકુમાર.એમ
                           ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા

શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૭) પ્રથમસત્ર

કાવ્ય-૨
થોડા સૂકા, થોડા ભીના આલાલીલા
ત્રણજાતના પાનનું તોરણ તરિયાતોરણ
જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી સોહાગણ, સૌભાગ્યવતી
મંગળસૂચક આકૃતિ સાથિયો
ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલવું મલપવું

પાઠ-૩
ગાય ભેંસનું ટોળું ધણ
ખેતરના છેડા પરની ખેડ્યા વિનાની પટ્ટી શેઢો
પગથી ચાલી શકાય તેવો સાંકડો રસ્તો પગદંડી, પગવાટ, કેડી
તેજસ્વી વિદ્યાર્થીને અપાતી આર્થિક સહાય શિષ્યવૃત્તિ
તરત ભૂકો થઈ જાય એવો માટીનો ટૂકડો ઢેફું

પાઠ-૪
સંઘરો કરવાનું માનસિક વલણ પરિગ્રહ
સહન ન થઈ શકે તેવું અસહ્ય
ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો સલૂન
પાપના નિવારણ માટેનું તપ પ્રાયશ્ચિત
જેનું મૂલ્ય ન થઈ શકે તેવું અમૂલ્ય

કાવ્ય-૫
પવનથી ઊડેલા વરસાદના છાંટા વાછંટ
છાપરાનાં છેલ્લા ભાગનાં નળિયા, જેમાંથી પાણી નીચે પડે તે નેવાં

પાઠ-૬
રસ્તાની બાજુ પર પગે ચાલનારાઓ માટેનો રસ્તો ફૂટપાથ
મટકું પણ માર્યા વિના અનિમેષ
પ્રયત્ન કર્યા વિના અનાયાસ

પાઠ-૭
જીવનને ઉપયોગી ભાથું જીવનપાથેય
વિચારોની શ્રેણી, ક્રમિકતા વિચારશૃંખલા
તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર મામલતદાર
અમલદારને છૂપી રીતે અપાતી કે લેવાતી અઘટિત રકમ લાંચ
સરકારને રાજ્યના કામ અંગે નાણાની લેવડદેવડ અંગે અપાતું બાયંધરીપત્ર પ્રોમિસરી નોટ

પાઠ-૮
વહાણ હંકારનાર માલમ
ઉત્તમ પ્રકારની સ્ત્રી પદમણી, પદ્મિની

પાઠ-૯
ગામઠી મકાનના છાપરા પરનું આધારભૂત મોટું લાકડું મોભ
જેનાથી આપણને જીવન જીવવાનું બળ મળ્યા કરે તે વસ્તુ, વ્યક્તિ કે સ્થળ જીવનસ્રોત
દેશી દવા આપવાનું સ્થળ ઔષધાલય
જીવનનો મહત્વનો સિદ્ધાંત જીવનસૂત્ર

પાઠ-૧૦
બીજા ગ્રહ પર રહેનાર પરગ્રહી
એક ભાષાની મતલબ વાત બીજી ભાષામાં કહેનારા દુભાષિયા
કઈક માગણી અંગેની ધમકીભરી ચિટ્ઠી જાસાચિટ્ઠી
                                                પ્રજાપતિ મેહુલકુમાર.એમ
                                                             ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા


શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૬) પ્રથમસત્ર

-->

દોલતપુરા (ડા) પ્રા.શાળા  તા:- વિજાપુર  જી:- મહેસાણ

                           પ્રજાપતિ મેહુલકુમાર.એમ
                               ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા

શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૬) પ્રથમસત્ર

પાઠ-
પથ્થર કે લાકડામાં કોતરકામ કરનાર શિલ્પી
પોતાનું મૂલ્ય આંકવું, પોતાની મૂલવણી કરવી સ્વમૂલ્યાંકન
લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન લોન

પાઠ-
નદીકિનારા પાસેની બખોલો કોતર
પાણી આવવા જવા માટે બાંધેલો સાંકડો માર્ગ ગરનાળું
ઘરની બાજુની દીવાલ કરો
કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર સ્વયંસેવક
જીવનનું મુખ્ય કર્તવ્ય જીવનધર્મ
કુળની ઓળખ માટેની સંજ્ઞા અટક
કૂવામાં વધારે પાણી લાવવા નળ જમીનમાં ઉતારી કૂવો બનાવવો તે બોરિંગ

પાઠ-
પાઘડીના જેવો વિસ્તાર પાઘડી પને
મૃત્યુના સમયે લખતો પત્ર કાળોતરી
મરણ પછી બારમા દિવસે થાતી વિધિ બારમું, કારજ
માટીની ભીંતનું નાનું ઘર ખોરડું
પશુ કે ગાડાં વગેરે બાંધવાનું દોરડું રાંઢવું
લેણદેણ સંબંધી લખાણ દસ્તાવેજ
મરણ પાછળ રોવા ફૂટવાનો રિવાજ લોકાચાર

પાઠ-
સવારનો નાસ્તો શિરામણ
ઝટપટ ઊકલી ન શકે તેવો પ્રશ્ન કોયડો
કાળના જેવા મોં વાળું કાળમુખું
મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે મૈયત
શાબાશી બદલ અપાતો પોશાક સરપાવ
મુસલમાન, યહુદી, ખ્રિસ્તી વગેરેનાં શબ દાટવાનું સ્થાન કબ્રસ્તાન
સાંજનું ભોજન વાળુ
જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું અપશુકનિયાળ

પાઠ-
ગામની બહાર ઢોરો ઊભાં રહે છે તે જગ્યા ગાંદરું
ઢોરને પાણી પીવાનો (કૂવા પરનો) કુંડ હવાડો
પાછળનો ભાગ, છુપાવાની જગ્યા ઓઠું
છાપરાનાં છેડા પરનાં નળિયા નેવાં
કૂવે પાણી ભરનારી સ્ત્રી પાણિયારી
જેની આવવાની તિથિ નક્કી ન હોય તે અતિથિ
તકરારનો નિવેડો લાવવા માટેની ચર્ચા પંચાત
ગામની સ્ત્રીઓ જ્યાંથી પાણી ભરતી હોય તે કૂવો ગામકૂવો
                                                                          પ્રજાપતિ મેહુલકુમાર.એમ
                          ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા