દોલતપુરા (ડા) પ્રા.શાળા
તા:- વિજાપુર જી:- મહેસાણા
પ્રજાપતિ મેહુલકુમાર.એમ
ઉ.શિ-દોલતપુરા (ડા)
પ્રા.શાળા
શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૮) પ્રથમસત્ર
કાવ્ય-૪
ક્ષેમકુશળ
રહો, કુશળ
રહો એવો ભાવ સૂચવનારો ઉદગાર – ખમ્મા
ઉનાળાની ગરમ
હવા – લૂ
પાઠ-૫
રાજ્યના
કાયદા ઘડનારી સભા – વિધાનસભા, ધારાસભા
રાજ્ય કે
દેશનું વડુંમથક – પાટનગર, રાજધાની
રક્ષક
તરીકેની કામગીરી બજાવનાર – સુરક્ષાકર્મી
પાઠ-૭
સમજવામાં થતી
ભૂલ – સમજફેર
સમાચાર
વગેરેની જાહેરાત માટે દીવાલ પર ચોંટાડવાનો કાગળ – ભીંતપત્ર
કિલ્લાનો
રક્ષક, પોલીસ અમલદાર – કોટવાલ
વિજયનો પોકાર
– જયઘોષ
પાઠ-૯
હિન્દુ
મહિનાના બંને પખવાડિયાની પહેલી તિથિ – પડવો
બે ભાગમાં
વહેંચીને વ્યવસ્થિત કરેલા દાઢીમૂછના વાળ – કાતરા
કેડ સુધી
પહોંચતું કસવાળું અંગરખું – કેડિયું
એક નાનું
બેધારું હથિયાર – કટારી, કટાર
વનમાં
વૃક્ષોની લાંબી હાર – વનરાઈ, વનરાજી
કાવો અને
અફીણને ઘોળીને બનાવેલું પીણું – કાવાકસૂંબા
ગામની
ભાગોળનો દરવાજો – ઝાંપો
હાથીના
લમણાનો ભાગ – કુંભસ્થળ, ગંડસ્થળ
ચાર
કડીઓવાળું ઘોડાના મોંમાં પહેરાવાતું સાધન – ચોકડું,
લગામ
ડાંગર વગેરે
ખાંડવાનું લાકડાનું સાધન – સાંબેલું, મુસળ
હથેળીમાં
આપવામાં આવતું અફીણનું પ્રવાહી – કસુંબો
હોળી ખેલનારો
માણસ – ઘેરૈયો
પાઠ-૧૦
બાળપણનો સમય –
બાલ્યકાળ
અધ્યયન
કરવાનું સ્થળ – પાઠશાળા, નિશાળ
જેને કશું
મેળવવાની ઈચ્છા ન હોય એવી વ્યક્તિ – નિ:સ્પૃહ
તંત્રવિદ્યાને
અનુસરનાર વ્યક્તિ – તાંત્રિક
પરમેશ્વર એકજ
છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે – એકબ્રહ્મનિષ્ઠા
સંસ્કૃત
ભાષાના વ્યાકરણનું એક પુસ્તક – લઘુકૌમુદી
ભિક્ષાવૃત્તિ,
માગણવૃત્તિ
– યાચનાવૃત્તિ
સૂવા માટેની
પથારી – પાથરણું
ધાર્મિક
શિક્ષણ આપવાનું સ્થાન – આશ્રમ
પ્રજાપતિ મેહુલકુમાર.એમ
ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો