પ્રજાપતિ મેહુલકુમાર .એમ
ઉ.શિ દોલતપુરા (ડ) પ્રા.શાળા
તા:-
વિજાપુર જી:- મહેસાણા
તા:- 16/05/2013 ને ગુરૂવારના રોજ
બપોરે 12:30 કલાકે હું ગુજરાત નોલેજ સેંટર ,ગુજરાત યુનીવર્સીટી સામે
,નવરંગપુરા,અમદાવાદ પહોંચી ગયો.ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમીક શાળાના શિક્ષકોના
નવતર અને અભિનવ પ્રયોગો રજૂ થાય તેવા હેતુ સાથે “ ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગ (“G.E.I.C”) ,ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ (GCERT) ,અને રવિ જે મથ્થાઇ સેંટર ફોર એજ્યુકેશનલ
ઇનોવેશન- ભારતીય પ્રબંધન સંસ્થાન ,અમદાવાદ (RJMCET-IIM) ના એક સહીયારા પ્રયાસ દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં
આવ્યો હતો .મે મારા નવતર પ્રયોગ માંથી એકપ્રયોગ સંસ્થાની વેબસાઇટ ઉપર ઇ-મેઇલ
દ્વારા રજૂ કર્યો હતો. જેમાંથી મહેસાણા જિલ્લામાંથી મારી પસંદગી બદલ હું આ ઇનોવેશન
સેલનો ખૂબજ આભારી છું. મારી જેમ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના છેવાડાની પ્રાથમીક
શાળાના શિક્ષકો પણ પોતાના નવતર પ્રયોગો રજૂ કરવા આવ્યા હતા.
“ઇનોવેશન સેલ” ના વર્ગની શરૂઆત આયોગ ના વિક્રમભાઇ ગોહીલ,(પ્રોજેક્ટ કો..ઓ G.E.I.C) ધર્મેશભાઇ સાહેબ, તથા સચીનભાઇ ના પ્રાસંગિક
પ્રવચનો તથા ઇનોવેશનસેલની સંપૂર્ણ માહિતી દ્વારા કરવામાં આવી ત્યાર બાદ દરેક
જિલ્લામાંથી આવેલ શિક્ષક પ્રતિનિધિઓનો પરિચય લેવામાં આવ્યો. આયોગ ની ટીમ દ્વારા
અમોને કરવાની કામગીરી ની સુંદર માહિતિ આપી
અને હવે પછીના અમારા આગામી આયોજનો વિશે અને અમારે કરવાની કામગીરી વિશે અમોને
માહિતગાર કર્યા.
IIM –અમદાવાદ અને G.E.I.C સેલના સાહેબશ્રી ચૈતન્યભાઇ ભટ્ટ એ અમને બધાને
આ ઇનોવેશનસેલના કાર્યોની અને કામગીરીની સુંદર સમજ આપી. બપોરે 1:00 કલાકે થી શરૂ
થયેલો વર્ગ ધીમે ધીમે આગળ વધતો ગયો તેમ વચ્ચે વચ્ચે આ વર્ગની મુલાકાત G.E.I.C, GCERT , IIM અને બહારથી પધારેલા મુખ્ય અધીકારીઓ દ્વારા પણ લેવામાં આવી અંને તેમના
દ્વારા સેલના તમામ સભ્યોને પ્રોત્સાહીત કરવામાં આવતા હતા .દરેક જિલ્લામાંથી પધારેલ
શિક્ષકો દ્વારા તેમને કરેલા નવતર પ્રયોગનું પ્રેજનટેશન રજૂ કરવામાં આવ્યું
આ ઇનોવેશન સેલમાં જે મુખ્ય મહેમાનની ખૂબજ આતુરતાપૂર્વક રાહજોવામાં આવતી હતી
અને મારા પણ જીવનનું એક સ્વપ્ન કે જેમને નજીકથી મળવાનુ હતું તેવા ગુજરાત રાજ્યના
લોક લાડીલા મુખ્યમંત્રી “નરેન્દ્રભાઇ
મોદી”સાહેબ , આનંદીબહેન પટેલ
,રાજ્યના ઉત્સાહી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા સાહેબ, અને વસુબેન ત્રિવેદી
જેવા આદરણીય મહેમાનો સાજે 7:00 કલાકે આ ઇનોવેશનસેલના વર્ગમાં હાજરી આપતા આખા
વર્ગનું વાતાવરણજ બદલાઇ ગયું.મુખ્યમંત્રીશ્રીની હાજરી વખતેજ વર્ગમાં વિક્રમભાઇ ગોહીલ,(પ્રોજેક્ટ કો..ઓ G.E.I.C) દ્વારા સમુહ માં સુંદર મજાનું અભિનય ગીત રજૂ
કરવામાં આવ્યું.ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રી દ્વારા શિક્ષકો સાથે પ્રશ્નોતરી કરવામાં
આવી અને 15 થી 20 મિનિટ જેટલો તેમનો મહત્વનો સમયગાળો મુખ્યમંત્રીશ્રી અને તેમની
સાથે આવેલા મહેમાનો દ્વારા શિક્ષકો સાથે ચર્ચા કરીને યોગ્ય માર્ગદર્શન આપ્યું
.શિક્ષકો દ્વારા કરેલા નવતર પ્રયોગો વિશે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રમોદી સાહેબે
ખૂબજ રસપૂર્વક અને જીણવટપૂર્વક નિરીક્ષણ કરી યોગ્ય માર્ગદર્શક સુચનો કર્યા અને વર્ગમાંથી
વિદાય લીધી.
લી.
પ્રજાપતિ
મેહુલકુમાર .એમ
ઉ.શિ દોલતપુરા (ડ) પ્રા.શાળા
તા:- વિજાપુર જી:- મહેસાણા
GEIC ઇનોવેશન સેલ ની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબ ,આનંદીબેન પટેલ ,ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા સાહેબ તથા વસુબેન ત્રિવેદી તા- 16/05/2013 ગુરૂવાર
શિક્ષકોને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ
કેપ્શન ઉમેરો |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો