રવિવાર, 30 જૂન, 2013

શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૮) પ્રથમસત્ર

-->
દોલતપુરા (ડા) પ્રા.શાળા  તા:- વિજાપુર  જી:- મહેસાણા
                પ્રજાપતિ મેહુલકુમાર.એમ
                           ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા

શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૮) પ્રથમસત્ર
કાવ્ય-૪
ક્ષેમકુશળ રહો, કુશળ રહો એવો ભાવ સૂચવનારો ઉદગાર – ખમ્મા
ઉનાળાની ગરમ હવા – લૂ

પાઠ-૫
રાજ્યના કાયદા ઘડનારી સભા – વિધાનસભા, ધારાસભા
રાજ્ય કે દેશનું વડુંમથક – પાટનગર, રાજધાની
રક્ષક તરીકેની કામગીરી બજાવનાર – સુરક્ષાકર્મી

પાઠ-૭
સમજવામાં થતી ભૂલ – સમજફેર
સમાચાર વગેરેની જાહેરાત માટે દીવાલ પર ચોંટાડવાનો કાગળ – ભીંતપત્ર
કિલ્લાનો રક્ષક, પોલીસ અમલદાર – કોટવાલ
વિજયનો પોકાર – જયઘોષ

પાઠ-૯
હિન્દુ મહિનાના બંને પખવાડિયાની પહેલી તિથિ – પડવો
બે ભાગમાં વહેંચીને વ્યવસ્થિત કરેલા દાઢીમૂછના વાળ – કાતરા
કેડ સુધી પહોંચતું કસવાળું અંગરખું – કેડિયું
એક નાનું બેધારું હથિયાર – કટારી, કટાર
વનમાં વૃક્ષોની લાંબી હાર – વનરાઈ, વનરાજી
કાવો અને અફીણને ઘોળીને બનાવેલું પીણું – કાવાકસૂંબા
ગામની ભાગોળનો દરવાજો – ઝાંપો
હાથીના લમણાનો ભાગ – કુંભસ્થળ, ગંડસ્થળ
ચાર કડીઓવાળું ઘોડાના મોંમાં પહેરાવાતું સાધન – ચોકડું, લગામ
ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન – સાંબેલું, મુસળ
હથેળીમાં આપવામાં આવતું અફીણનું પ્રવાહી – કસુંબો
હોળી ખેલનારો માણસ – ઘેરૈયો

પાઠ-૧૦
બાળપણનો સમય – બાલ્યકાળ
અધ્યયન કરવાનું સ્થળ – પાઠશાળા, નિશાળ
જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવી વ્યક્તિ – નિ:સ્પૃહ
તંત્રવિદ્યાને અનુસરનાર વ્યક્તિ – તાંત્રિક
પરમેશ્વર એકજ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે – એકબ્રહ્મનિષ્ઠા
સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક – લઘુકૌમુદી
ભિક્ષાવૃત્તિ, માગણવૃત્તિ – યાચનાવૃત્તિ
સૂવા માટેની પથારી – પાથરણું
ધાર્મિક શિક્ષણ આપવાનું સ્થાન – આશ્રમ



                                          




પ્રજાપતિ મેહુલકુમાર.એમ
ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો