રવિવાર, 30 જૂન, 2013

શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૬) પ્રથમસત્ર

-->

દોલતપુરા (ડા) પ્રા.શાળા  તા:- વિજાપુર  જી:- મહેસાણ

                           પ્રજાપતિ મેહુલકુમાર.એમ
                               ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા

શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૬) પ્રથમસત્ર

પાઠ-૩
પથ્થર કે લાકડામાં કોતરકામ કરનાર – શિલ્પી
પોતાનું મૂલ્ય આંકવું, પોતાની મૂલવણી કરવી – સ્વમૂલ્યાંકન
લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન – લોન

પાઠ-૪
નદીકિનારા પાસેની બખોલો – કોતર
પાણી આવવા જવા માટે બાંધેલો સાંકડો માર્ગ – ગરનાળું
ઘરની બાજુની દીવાલ – કરો
કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર – સ્વયંસેવક
જીવનનું મુખ્ય કર્તવ્ય – જીવનધર્મ
કુળની ઓળખ માટેની સંજ્ઞા – અટક
કૂવામાં વધારે પાણી લાવવા નળ જમીનમાં ઉતારી કૂવો બનાવવો તે – બોરિંગ

પાઠ-૬
પાઘડીના જેવો વિસ્તાર – પાઘડી પને
મૃત્યુના સમયે લખતો પત્ર – કાળોતરી
મરણ પછી બારમા દિવસે થાતી વિધિ – બારમું, કારજ
માટીની ભીંતનું નાનું ઘર – ખોરડું
પશુ કે ગાડાં વગેરે બાંધવાનું દોરડું – રાંઢવું
લેણદેણ સંબંધી લખાણ – દસ્તાવેજ
મરણ પાછળ રોવા ફૂટવાનો રિવાજ – લોકાચાર

પાઠ-૮
સવારનો નાસ્તો – શિરામણ
ઝટપટ ઊકલી ન શકે તેવો પ્રશ્ન – કોયડો
કાળના જેવા મોં વાળું – કાળમુખું
મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે – મૈયત
શાબાશી બદલ અપાતો પોશાક – સરપાવ
મુસલમાન, યહુદી, ખ્રિસ્તી વગેરેનાં શબ દાટવાનું સ્થાન – કબ્રસ્તાન
સાંજનું ભોજન – વાળુ
જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું – અપશુકનિયાળ

પાઠ-૯
ગામની બહાર ઢોરો ઊભાં રહે છે તે જગ્યા – ગાંદરું
ઢોરને પાણી પીવાનો (કૂવા પરનો) કુંડ – હવાડો
પાછળનો ભાગ, છુપાવાની જગ્યા – ઓઠું
છાપરાનાં છેડા પરનાં નળિયા – નેવાં
કૂવે પાણી ભરનારી સ્ત્રી – પાણિયારી
જેની આવવાની તિથિ નક્કી ન હોય તે – અતિથિ
તકરારનો નિવેડો લાવવા માટેની ચર્ચા – પંચાત
ગામની સ્ત્રીઓ જ્યાંથી પાણી ભરતી હોય તે કૂવો – ગામકૂવો
                                                                          પ્રજાપતિ મેહુલકુમાર.એમ
                          ઉ.શિ-દોલતપુરા (ડા) પ્રા.શાળા




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો