પૃષ્ઠો
▼
બુધવાર, 31 જાન્યુઆરી, 2018
3D film Show
સૌ પ્રથમ વખત 3D ચશ્માના ઉપયોગથી 3D ફિલ્મનો આનંદ લેતા દોલતપુરા (ડા) પ્રા.શાળાના ધોરણ- ૧ થી ૮ ના વિધાર્થીઓ.....
મંગળવાર, 30 જાન્યુઆરી, 2018
69 Republic day- 2018 Celebration in Dolatpura (Da) pri.school
69 Republic day Celebration in Dolatpura (Da) Pri.School
શનિવાર, 13 જાન્યુઆરી, 2018
ઉતરાયણ પર્વની ઉજવણી શાળાના વિધાર્થીઓ સાથે
મિત્રો, આજના આ મકરસંક્રાતિના પર્વની આપ સૌ ને શુભકામનાઓ પતંગના વિવિધ રંગોની જેમ આપ સૌની જિંદગી પણ જુદા જુદા રંગોથી તરબતર રહે......HAPPY UTTRAYAN......
શનિવાર, 6 જાન્યુઆરી, 2018
online test with qr code
મિત્રો આપણી શાળામાં વિધાર્થીઓના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચનાત્મક મૂલ્યાંકન પત્રક ભરવાનું થતુ હોય છે. આ માટે દરેક શાળામાં અલગ અલગ રીતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ માટે મે મારી શાળામાં આ મૂલ્યાંકન પધ્ધતિ
નવિનતાસભર લાગે તે માટે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વધુ રસપ્રદ બનાવવા પ્રયત્ન કરેલ છે
નવિનતાસભર લાગે તે માટે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વધુ રસપ્રદ બનાવવા પ્રયત્ન કરેલ છે
મારી શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અતર્ગત મળેલી સામગ્રી ઉપરાંત ધોરણ ૬ થી ૮ ના તમામ વિધાર્થીઓને ટેબલેટ મળેલ છે. તો આ તમામ શૈક્ષણિક સામગ્રીનો વિધાર્થીઓના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે વિશેષ ઉપયોગ થાય તે માટે મે Testmoz.com વેબસાઇટના ઉપયોગથી ધોરણ ૬ થી ૮ સામાજીક વિજ્ઞાન વિષયના તમામ એકમની ઓનલાઇન કવિઝ તૈયાર કરી. આ તૈયાર કરેલ ઓનલાઇન કવિઝની લીંકનો ક્યુ.આર કોડ બનાવી સ્વનિર્મિત શૈક્ષણિક સામગ્રી તૈયાર કરી તેનો અધ્ય્યન-અધ્યાપનમાં ઉપયોગ કર્યો આ ઉપરાંત તમામ એકમની ઓનલાઇન કવિઝની લીંકના ચાર્ટ સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યા તેમજ તે તમામ લીંકના QR CODE કાર્ડ સ્વરૂપે
તૈયાર કરવામાં આવ્યા અને તેનો સીધોજ ઉપયોગ વિધાર્થીઓ ટેબલેટ મા ઇન્સટોલ કરેલ QR CODE SCANNER એપ્સ થી તે તૈયાર કરેલ કાર્ડનો QR CODE સ્કેન કરી સીધીજ ઓનલાઇન કવિઝ ટેસ્ટ રમી અને તેનું પરિણામ જાણી તેમાં સુધારાત્મક ફેરફારો પણ કરી શકાશે
તૈયાર કરવામાં આવ્યા અને તેનો સીધોજ ઉપયોગ વિધાર્થીઓ ટેબલેટ મા ઇન્સટોલ કરેલ QR CODE SCANNER એપ્સ થી તે તૈયાર કરેલ કાર્ડનો QR CODE સ્કેન કરી સીધીજ ઓનલાઇન કવિઝ ટેસ્ટ રમી અને તેનું પરિણામ જાણી તેમાં સુધારાત્મક ફેરફારો પણ કરી શકાશે
જેમકે- સામાજીક વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર
કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણીશકશે
આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે
.
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.તે માટે લીંકની વિગત રજૂ કરૂ છું